Upcoming Program



Close X
mergot

સાંઈ હાસ્યનો સર્જક છે એને આવડે છે ઈ કસબ બહુ ઓછાને સાધ્ય હોય છે. હાસ્ય વ્યંગ અને હેત પ્રિતની વાતું કાવ્યનાં રૂપમાં ઢાળીને રજૂ કરવામાં સાંઈની સિદ્ધિ છે. ઉજળા ભવિષ્યને આંબવામાં આ કવિ સક્ષમ છે.

લોક કવિ - મર્મજ્ઞ - શ્રી તખતદાન અલગારી

હાસ્ય કલાકાર અને લેખક શ્રી જગદીશ ત્રિવેદી

સાંઈરામે વ્યક્તવ્ય અને ગાયનમાં પોતાની લાયકાત સિધ્ધ કરી દીધી છે, અને હવે લેખન્ક્ષેત્રે પદ્યમાં પ્રથમ પગલું પાડી, જાણે ત્રણે ક્ષત્રમાં કુશળતા મેળવી ત્રણ પાંખડીના બિલીપત્રનો મહાદેવ પર અભિષેક કરવા જઈ રહ્યો છે, સાંઈને ભઈની શુભેચ્છા. 

હાસ્ય કલાકાર અને લેખક શ્રી જગદીશ ત્રિવેદી

સમર્થ લોકસાહિત્યકાર શ્રી ધીરૂ સરવૈયા

હકીતાક્તમાં તો સાંઈરામના હસતા અક્ષરની એક 'પ્રાર્થના ચિઠ્ઠી' મને રડાવી ગઈ છે... લોક્ધાર્મનું જે કડવું સત્ય છે જેને સાચી ભાષામાં આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે અને મીઠું કરી લોક્જાનતા માણે એવી અંતરની શુભકામના.

સમર્થ લોકસાહિત્યકાર શ્રી ધીરૂ સરવૈયા

હાસ્ય સમ્રાટ શ્રી વસંત પરેશ બંધુ

એક 'વ્યંગકર્મી' તરીકે સાંઈનું નામ આદરથી લેવાય છે વિદેશમાં જયારે અમે સાથે હતા ત્યારે કાર્યકર્મ દરમ્યાન મેં સાંઈને, શ્રોતાઓની વાહ-વાહને કાયદેસર લુંટતા જોયા છે.

હાસ્ય સમ્રાટ શ્રી વસંત પરેશ બંધુ

mergot

સાંઈરામ મ્હેફીલ્મના માણસ છે, સરલતા અને અભિવ્યક્તિની બુલન્દીને વર્યા છે. એના કાવ્યોમાં ક્યાંક ઉત્સાહ, ક્યાંક ઉન્માદ, ક્યાંક વેદના, ક્યાંક બળાપો, ક્યાંક અસહાયતા આ બધું ઉડીને આંખે વળગ્યું. 

પ્રસિદ્ધ કવિ શ્રી સુરેન ઠાકર મેહુલ - મુંબઈ

વિખ્યાત લોકસાહિત્યકાર શ્રી ભીખુદાન ગઢવી

તમે કવિતાઓમાં કટાક્ષ સાથે હાસ્યની વાતો ઘણી સારી રીતે વણી છે. નાની ઉમરમાં સારી સારી વાતો, મોટી ઉમરની કરી છે. જે ખાસ ધ્યાન દોરે છે.

વિખ્યાત લોકસાહિત્યકાર શ્રી ભીખુદાન ગઢવી

mergot

એક શિક્ષકને શોભે એવા તારા વિનોદ ગોષ્ઠિના મર્યાદાસભર કાર્યક્રમો, મારી સાથે હજારો શિક્ષકોની છાતી ફૂલાવે છે. 'દેશ અને વેશ' આ કૃતિ તો મારા હ્રદય સોંસરવી ઉતરી ગઈ છે. 'હસતા અક્ષર' સફળતાની ક્ષિતિજ પોહંચે એવા આશીર્વાદ.

ડૉ. શ્રી નલિન પંડિત, શિક્ષણ નિયામક

હાસ્યના ભીષ્મપિતામહ શ્રી શાહબુદ્ધિન રાઠોડ

સલીમ જેમ જહાંગીર નામે ધારણ કરી અને તખ્તનશીન થયો તેમ પ્રશાંતે "સાંઈરામ" નામ ધારણ કરી ડાયરાની દુનિયામાં પ્રવેશ કર્યો. આજે ડાયરામાં સાંઈરામ આદરપૂર્વક લેવાતું નામ છે. સાંઈરામના હસતા અક્ષર સૌને હસાવતાં રહે તેવી શુભેચ્છા.

હાસ્યના ભીષ્મપિતામહ શ્રી શાહબુદ્ધિન રાઠોડ

માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી

આ કાવ્ય સંગ્રહમાં આપે ગુજરાતી ગૌરવગાથા અને શૈષણીક ગીતો સાથે હાસ્ય કવિતા અને ગઝલો સમાવીને આપના આ સંગ્રહને વૈવિધ્ય્સભર બનાવવાનો પ્રશંસનીય પ્રત્યન કર્યો છે. આ સંગ્રહ દ્વારા સમાજને માનવમૂલ્યોનો સુંદર સંદેશો પાઠવવાનો આપનો પ્રયત્ન સફળ નીવડે તેવી અભિલાષા વ્યક્ત કરું છું.

માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી

નામદાર રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી

આ હસ્યાકાવ્ય સંગ્રહ વાચકવર્ગ માટે હાસ્યરસની છોળો તો ઉડાડે જ છે, પરંતુ માનવતાના દર્દ અને પીડાને પણ હાસ્યના ઠહાકાના રૂપમાં પ્રસ્તુત કરે છે. વાચકો માટે "સાંઈરામના હસતાં અક્ષર", આનંદની અનેરી અનુભૂતિનું એક માધ્યમ બની રહે તેવી હું હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું.

નામદાર રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી

વિશ્વ વંદનીય સંત પૂ. શ્રી મોરારી બાપુ

સાંઈરામ એક પ્રયોગશીલ શિક્ષક અને કલાવંત કલાકાર છે. તેમની સરસ્વતી એમને જે જે શુભ સુઝાડે તેનાથી આબાલવૃદ્ધ સૌનું ભલું થશે, એવી શ્રદ્ધા અસ્થાને નથી.

વિશ્વ વંદનીય સંત પૂ. શ્રી મોરારી બાપુ

પ્રાત: વંદનીય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ભાઈ સાંઈરામ સંસારના મહાસાગરમાંથી દૈનંદીન જીવનની ઘટનાઓનું મનોમંથન કરી અને હસ્યામૃતનો કુંભ લઈને નીકળ્યો છે. સાંઈની કલા અને કવિતા નવનીત છે. હસતા અક્ષરમાં તરોતાજા તાજગી અને સતત વહેતો પ્રવાહ છે.... સાંઈને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભાશિષ.

પ્રાત: વંદનીય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા